કપડવંજ શહેરના ઘાંચીવાડામાં રહેતા  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીઝેર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા રિયાઝ બાબુભાઇ શેખનો  ( ઉંમર વર્ષ ૩૫) આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.જેઓ દસ દિવસ પહેલા તબિયત ઠીક ના લાગતા શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી છતાં  ઠીક ના લાગતાં રીપોર્ટ કઢાવતાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો . લગભગ ૧૦ દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીઝેર ખાતે ફરજ બજાવેલ નથી તેવી જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી .આમ કપડવંજ શહેરમાં કોરોના કેસ વધતા પ્રજામાં ભયની લાગણી જોવા મળી છે .એક બાજુ ચોમાસાની ઋતુ શરુ થવાથી કેટલાક સ્થળોએ પાણીના ખાબોચિયા ભરાઈ જશે તેનાથી મચ્છરના ઉપદ્રવ થવાની શક્યતા પણ રહેલી છે આમ કોરોનાની સાથે અન્ય રોગનો ઉપદ્રવ શરુ ના થાય તે માટે અગમચેતીના ભાગરૂપે દવા છંટકાવ ,પાણીની માટે દવા વગેરે  કરવામાં આવે તેવી પ્રજાની માંગણી છે .સરકારના નિયમોનું  ચુસ્ત પાલન કરવામાં પ્રજા પણ આંખ આડે કાન કરીને પોતાના તેમજ પરિવારના સભ્ય માટે જોખમ ઉભું કરવા ખેલ ખેલીને પ્રથમ આવવા ધમપછાડા કરતા હોય તેવું દેખાઈ આવે છે .

Contribute Your Support by Sharing this News: