દેશભરમાં કોરોનાની લહેર ધીમી પડી રહી હોય તેવુ જણાઈ રહ્યુ છે પરંતુ મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળી રહ્યો એવામાં. છેલ્લા 24 કલાકમાં ફરિવાર 4 હજાર કરતા વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 20,06,62,456 ડોઝ આપવામાં આવ્યા છે. તથા અત્યાર સુધી 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 2,08,921 નવા કેસ સામે આવ્યા છે. તેની સામે 2,95,955 દર્દીઓ સાજા પણ થયા છે.  અને 4157 કોરોના દર્દીના મોત થયા છે.

દેશભરમાં કોરોના કેસની સંખ્યા કુલ 2,71,57,795 પર પહોંચી ગઈ છે. ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,43,50,816 પર પહોંચી છે. એક્ટિવ કેસની વાત કરીયે તો હાલ 24,95,591 દર્દીઓ એક્ટિવ છે. 4157 ના મોત સાથે કુલ મોતની સંખ્યા 3,11,591 પર પહોંચી ગઈ છે.

Contribute Your Support by Sharing this News: