બીજા સાથે સમાચાર શેર કરો.

   ગરવી તાકાત :-કોરોનાનો પ્રકોપ જ્યાં વિશ્વ આખામાં ફેલાઇ રહ્યો છે અને વિવિધ સેલિબ્રિટીઝ આ વિશે જાગૃતતા લાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, કાર્તિક આર્યન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પણ સામેલ છે. લોકોને ઘરમાં રહેવા અને વારંવાર તેમ જ યોગ્ય રીતે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન ટેલીવિઝન અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શેફાલી શાહે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેને જોઇને લોકો શૉકમાં પડી ગયા છે.અભિનેત્રી શેફાલી શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાના આખા ચહેરા પર પ્લાસ્ટિક બાંધી રાખ્યું છે. આ દ્વારા તે જણાવી રહી હતી કે ખરેખર કોરોનાનું જોખમ કેટલું વધારે છે. તે પ્લાસ્ટિક બાંધીને સતત કહી રહી હતી કે કોરોના થયો હોય તો તમને કેવો અનુભવ થાય. આ વીડિયોના કૅપ્શનમાં તેણે લખ્યું છે કે, “સુરક્ષા ચેતવણી આ કરવાનો બિલકુલ પ્રયાસ ન કરતાં.” શેફાલીનો જાગૃતતા ફેલાવવાનો આ પ્રયાસ કેટલાક યૂઝર્સને બિહામણો લાગ્યો.અભિનેત્રીએ પોતાના ચહેરા પર પ્લાસ્ટિક જડબેસલાક બાંધ્યું હતું અને તેણે કહ્યું કે ક્વૉરન્ટાઇનમાં રહીને કંઇક આવું જ અનુભવાય છે. તેણે આગળ જણાવ્યું કે તમારા ફેફસાં આવી જ ગૂંગળામણ અનુભવે છે. કોવિડ-19 તમારા ફેફસાંને હલમચાવી દે છે. આ માટે આપણી પાસે અન્ય કોઇ રસ્તો નથી. આપણે ઘરે જ રહેવું જોઇએ અને પોતાની સુરક્ષા પોતે જ કરવી જોઇએ. તમે પણ તમારી ફેમિલી અને મિત્રોની સુરક્ષા કરો.


બીજા સાથે સમાચાર શેર કરો.