બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વીક સમારોહને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું કે ભારત કોરાનાના પડકારનો મજબુતીથી સામનો  કરી રહ્યુ છે. તેમાં રસીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કોવિડ -19 મહામારીએ દાયકાઓ બાદ આવેલુ સૌથી ખરાબ સંકટ રહ્યુ છે જેને સમગ્ર દુનીયાને બદલી નાખી છે.

પીએમ મોદીએ કહ્યું કે કોવિડ -19 બાદ પૃથ્વી પહેલાની જેમ નથી રહી, આપણે ભવિષ્યમાં બનનારી ઘટનાઓને કોવિડ પહેલા અથવા કોવિડ પછીની ઘટનાઓ તરીકે યાદ રાખીશું. તેમણે કહ્યું, ‘હવે, આ મહામારીની સાથે, એક સારી સમજણ વિકસિત થઈ છે. અમારી પાસે રસી ઉપલબ્ધ છે જે લોકોના જીવન બચાવવા અને મહામારીને હરાવવા માટે મહત્વપૂર્ણ છે. ભારતને તેમના વૈજ્ઞાનીકો પર ગર્વ છે.

વડા પ્રધાને આ મહામારીમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યો છે અને જેમણે આ મહામારીમાં હાલાંકી ભોગવી છે તેઓના તેમના દુખમાં હુ સામેલ છુ.

Contribute Your Support by Sharing this News: