મહેસાણા જીલ્લામાં કોવીડ ૧૯ની પરિસ્થિતી મુજબ તા.૩-૬-૨૦૨૦ સુધી ૧૬૫૫ સેમ્પલ લીધેલ છે. તેમાંથી આજ રોજ સુધી ૧૪૬૫ સેમ્પલ નેગેટીવ આવેલ છે. મહેસાણા જીલ્લામાં તા.૨-૬-૨૦૨૦ ના રોજ ૪૭ સેમ્પલનું રીઝલ્ટ આવે છે. જે પૈકી ૪૧ સેમ્પલ રીઝલ્ટ નેગેટીવ છે. ૬ સેમ્પલના રીઝલ્ટ પોઝીટીવ આવેલ છે અને ૧ રીઝલ્ટ અન્ય જીલ્લાની લેબમાં પોઝીટિવ આવેલ છે. હાલમાં કુલ કેસ ૩૬ છે અને ૭૯ કેસ ડીસ્ચાર્જ કરેલ છે. તા ૩-૬-૨૦૨૦ સુધી લીધેલ કુલ ૭૧ સેમ્પલના રીઝલ્ટ પેન્ડીગ છે.
મહેસાણા જીલ્લામાં આજે આવેલા કોરોનાના કેસ જોઇએ તો સુરેશજી રવાજી ઠાકોર ઉ.વ.૩૫ જે વિજાપુર બરફની ફેક્ટરીમાં કામગીરી કરતાં હોવાનું જાણવા મળેલ છે. ૨ પરેશભાઇ એમ.નાયી ઉ.વ. ૩૪ જે વિજાપુરના છે. અને છુટક મજૂરી કામ કરતાં હોવાનું સામે આવ્યુ છે. ૩ વિપુલભાઇ એસ.સેનમા ઉ.વ.૨૩ વિજાપુર તાલુકાના પામોલમાં આવેલ છે. જે હાલ વડનગર સિવિલમાં સારવાર મેળવી રહ્યો છે. ૪ મનોજકુમાર લોધી ઉ.વ.૩૮ જેઓ કડીના રહેવાસી છે. જેઓ જાસલપુર ઓઇલ રિફાઇનરીમાં કામ કરે છે. ૫ ઇસ્માઇલભાઇ ફકીર ઉ.વ.૫૩ જેઓ કડીના રહેવાસી છે. જેઓને ડાયાબિટીશની તકલીફ પણ છે. ૬ જસ્મિનભાઇ પટેલ ઉ.વ. ૪૦ જેઓ કડીના વતની છે.
હવે મહેસાણા જીલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેસ દિનપ્રતિદિન વધતાં જાય છે. મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામે પહેલો કેસ નોંધાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ગામના લોકોમાં પણ ભયનો માહોલ સર્જોયો છે.

Contribute Your Support by Sharing this News: