ગરવીતાકાત,પાલનપુર(તરીક્ખ:૨૬)

ભારત દેશ લોકશાહી દેશ છે. આ દેશ જયારે આઝાદ થયો ત્યારે આ દેશમા લોકશાહી મજબૂત કરવા માટે વિવિધ આધાર સ્તંભો બનાવવામાં આવ્યા, બાબા સાહેબ આંબેડકર એ આ ભારત દેશનું બંધારણ લખ્યું અને તે દિવસ થી 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ભારત દેશમા  ઉજવાય છે આજે ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના અતિ પછાત એવા દાંતા તાલુકાના વડુ મથક ખાતે સર ભવાની સિંહ વિદ્યાલય સામે આવેલી ન્યાય સંકુલમા આજે સવારે બંધારણ દિવસ ઉજવાયો હતો જેમા ન્યાય પાલીકા ના જજ સાહેબ સહીત વકીલ લોકો હાજર રહી બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી.

દાંતા ન્યાય સંકુલ ખાતે આજે સવારે ચેરમેન તાલુકા લીગલ સર્વિસ કમિટી દાંતા એમ. બી. ભાવસાર સાહેબ પ્રિન્સિપલ સિનિયર સીવીલ જજ સાહેબ , શ્રી એન. સી. જાધવ સાહેબની અધ્યક્ષતામા એડિશનલ  સિવિલ જજ સાહેબ, રજીસ્ટાર વી. ડી. જોષી, યશપાલસિંહ કે. સોલંકી તથા પી એલ વી અને પક્ષકારો સહીત વિવિધ વકીલો  પી એ પઢીયાર ,એન એ રાવત, જે. આર. બારડ, જે. બી. પરમાર, એન. એમ. બાંડવા, વી. બી. સોલંકી , એફ. વાય. પઠાણ, આર. એમ. ગઢવી, કે. બી. પટેલ સહીતના લોકો આ બંધારણ દિવસની ઉજવણીમા  હાજર રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

Contribute Your Support by Sharing this News: