છેલ્લા કેટલાય વખતથી નારાજ અલ્પેશ ઠાકોર હવે કેસરિયો ખેસ પહેરવા તૈયાર થયા છે. જોકે, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસે અરજી કરી હતી પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હવે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં રીટપિટિશન કરવા નિર્ણય કર્યો છે.

આજે કોંગ્રેસની લિગલ ટીમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરે તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલ વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરાવવા કાનૂની લડત લડવા તૈયારીઓ કરી છે.