કોંગ્રેસની વિધાનસભા કૂચઃ પોલીસે પાણીનો મારો ચલાવ્યો, પોલીસ પર પથ્થરમારો

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,ગાંધીનગર(તારીખ:૦૯)

ગુજરાતમાં આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસબાના ટૂંકા શિયાળુ સત્રમાં ગરમી વધી ગઈ છે. કારણ કે વિધાનસભા બહારના દ્રશ્યો જ એવા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ મુદ્દાઓને પગલે રસ્તા પર આવી ગઈ છે. વિધાનસભા કૂચને પગલે મંજુરી મળી નહીં તો પણ 1500 પોલીસ કર્મીઓને કૂચ રોકવા અહીં જમાવી દીધા છે. પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રીતસર ગરમાગરમી જોવા મળી હતી. પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. ઠંડીના ચમકારામાં પાણીની ભીંજાયેલા કોંગ્રેસી નેતાઓ છતાં મેદાન છોડવા તૈયાર ન હતા. પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો.

કાર્યક્રમ પહેલા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં તો અંગ્રેજોને શરમ આવી જાય તેવું શાસન છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું કે ગુજરાતમાં આટલા રેપ થાય છે તો ભાજપના કાર્યકરો કેમ રસ્તા પર નથી આવતા. કેમ તેમાંથી કોઈ કાંઈ બોલતું નથી. આ તરફ પોલીસ અને કોંગ્રેસ વચ્ચેનું ઘર્ષણ એટલું આક્રામક બની ગયું છે કે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પોલીસે અમારા કપડાં ફાડ્યા તો પોલીસે વોટર કેનન ચલાવી તમામને દૂર કરવાના પ્રયત્નો કર્યા. આ તરફ કોંગ્રેસના નેતાઓએ પોલીસના વાહનોને પણ તોડ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોનો પથ્થરમારો જોઈ પોલીસ પણ આક્રામક બની ગઈ હતી. અમિત ચાવડા સહિતના ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

ગમ્યું તો આગળ શેર કરો.