પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત, મહેસાણા: વડનગર તાલુકાના ચાંદપુરા ગામે મલેકવાડા નામે ઓળખાતા ખેતરમાં બે લઘુમતીઓ વચ્ચે જમીનની બાબતે તકરાર થઈ હતી. જેમાં અંદરોઅંદર વાતની તકરાર ચાલતી હોઈ બે જૂથોમાં ઉગ્ર બોલાચાલીના પગલે ધારિયું લઈ આપી ગડદાપાટુંનો મારા મારી કરતાં મામલો વડનગર પોલીસ સ્ટેશનમાં દર્જ થયો હતો. જેમાં બે જણોને ઈજાઓ પહોંચતાં સામ સામે ક્રોસ ફરિયાદ થતાં પોલીસ ગુનો નોંધ્યો હતો.

વડનગરના ચાંદપુરા ગામના રહીશ મલેકવાડા ખેતરમાં રહેતા દિલાવરખાન ઈસ્માઈલખાન સેખ જેઓને જમીન અંગે નિવાજખાન ઈસ્માઈલખાન સાથે અંદરોઅંદર વાતની તકરાર ચાલતી હોઈ ચાર ઈસમોએ ગાળો બડેલી ઝઘડો કર્યો હતો. જેમાં ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓ એ ધારિયું લઈ આવી હુમલો કર્યો હતો અને ગડદાપાટુંનો માર માર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ વચ્ચે છોડાવા જતાં અફરો જાબાનુંને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તથા તોફીકખાનને માથામાં ધારિયું વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા તેમજ સાહેદોને ગડદાપાટુંનો માર મારતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દિલાવરખાન સેખ મારામારી કરનાર નિવાજખાન સેખ, અક્કરમ ઉર્ફે વસીમ નિવાજખાન સેખ, બાનુબીબી નિવાજખાન સેખ તથા મોઈન નિવાજખાન સેખ સહિત ૪ જણા વિરૂદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામે પક્ષે અકરમખાન વસીમખાન સેખ ઉ.વ ૧૯ની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ જમીનના ભાગ બાબતે બીબાબાનુ દિલાવરખાન સેખ અને આરોપીઓ સાથે બોલાચાલી થતાં ગાળો બોલતાં મામલો તંગ થયો હતો. ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો અને ધારિયું લઈને મારવા ધસી આવતાં બાનીબીબી ખસી જતાં અકરમખાન સેખને માથાનામા ઈજા પહોંચી હતી. તેમજ આરોપીઓએ ધોકાથી મારમારતાં બંન્ને હાથ ઉપર ઈજાઓ પહોંચી હતી આ તકરારમાં અકરમખાન વસીમખાન રહે. ચાંદપુરા, તા. વડનગરએ મારામારીના મામલે બીબાબાનુ દિલાવરખાન સેખ અને તોફિકખાન દિલાવરખાન ઉષ્માનખાન સેખ તેથા અફરોજાબાનુ દિલાવરખાન સેખ રહે. ચાંદપુરાવાળા ૪ ઈસમો વિરૂદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડનગર પોલીસે જમીનની ભાગીદારીની બાબતે અંદરો અંદર લઘીમતીઓમાં થયેલ તકરારમાં થયેલ ક્રોસ ફરિયાદના પગલે બંન્ને જૂથના ચાર – ચાર આરોપીઓ વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૩૨૬ ૫૦૬(અ) અને ગુજરાત પોલીસ એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.