અમદાવાદ – મહેસાણા હાઈવે ઉપર આવેલ એસ.એમ.સી.  એટલે કે શંકુઝ મેડીકલ સીટી માં મેઉ ગામના બે યુવાનોનો  હાઈવે ઉપર ગંભીર અકસ્માત થતા તેમને આ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, અકસ્માત એટલે ઘાતક હતો કે હોસ્પીટલમાં લઈ ગયા ની માત્ર 10 મીનીટ બાદ તુરંત કેતનસીંહ ચાવડા અને યુવરાજસીંહ ચાવડા નામના બન્ને યુવકોનુ દુખદ મ્રૃત્યુ થઈ ગઈ હતુ. 

આ પણ વાંચો – કાળા બજારી : ધાનેરામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલક કાળા બજારી કરતા હોવાની ચર્ચા

 
જેમના માથે આટલુ મોટુ આભ ફાટી પડ્યુ હતુ એવા તેમના પરિવારજનો તેમની લાશને લેવા માટે હોસ્પીટલ ગયા તો હોસ્પીટલના વ્યવસ્થાપકોએ તેમની સમક્ષ 19,600/- રૂપીયાનુ બીલ ધરી દીધુ હતુ. પરિવારજનો અને અમુક પ્રત્યક્ષદર્શીઓ નુ કહેવુ છે કે હોસ્પીટલે કોઈ પણ સારવાર કરી નથી છતા પણ અમારી પાસે પૈસા માંગી કહી રહ્યા છે  અને કહે છે કે જ્યા સુધી પૈસા નહી આપો ત્યા સુધી લાશને અડવા પણ નહી મળે.

આ પણ વાંચો – ધાનેરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ભ્રષ્ટાચાર થયાના આરોપ લગાવાયા

આ વિવાદે વધુ વેગ પકડતા ત્યાં મેઉ ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને શંકુજ હોસ્પીટલ સામે સુત્રોચાર કરવા લાગ્યા હતા, અને આક્ષેપ લગાવ્યો હતો કે શંકુઝ હોસ્પીટલના સંચાલકો શંકર ચૌધરીના નામ ઉપર દાદાગીરી કરી રહ્યા છે. અને કોઈ પણ સારવાર નથી કરી છતા પણ પૈસાની માંગણી કરી રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: