તસ્વીર -જૈમીન સથવારા

ગરવી તાકાત,કડી

કડી શહેર ના દેત્રોજ રોડ ઉપર આવેલ કણજિયા તળાવ અને શહેર નું નજરાણું સમાન તળાવ માં જ કચરાના ઢગલા તેમજ લીલના થર જામેલા જોવા મળ્યાં હાલ પુરા દેશમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે. આ તળાવમાં કડી નગરપાલિકા દ્વારા ચોક્ક્સ સમય મર્યાદા માં સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી રોગચાળો ફેલાવાની ભીતી સર્જાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

આ તળાવમાં આજુબાજુ ના રહેતા રહેવાસીઓ માટે ફરવા માટે નગરપાલિકા દ્વારા બાગ-બગીચા ની અને નાના બાળકો માટે રમત ગમત ના સાધનો પણ મેકવામાં આવ્યા હતા. પણ નગરપાલિકા ના અધિકારીઓ ની બેદરકારી ને કારણે આ બાગ-બગીચા અને તળાવ ની હાલત એટલી હદે બિસ્માર હાલત બની ગઇ છે. કે ત્યાં ના રહેવાસીઓ ને ત્યાં ફરવા માટે નાના બાળકો ને રમત-ગમત માટે લઇ જવા હોય તો પણ તે લોકો ત્યાં ભારે ગંદકી ને કારણે ત્યાં જઈ શકતા નથી. 

આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ

જયારે તળાવ ની હાલત જોઇ ને એવું લાગે છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આ તળાવ જાણે ગંદકી માં ડૂબ્યાં હોય તેવું જોવા મળ્યું હતું.અને હાલ જે  કોરોના મહામારી ચાલી રહી છે  અને આવી ગંદકી ને કારણે  રોગચાળો ફેલાવા ની પણ સંભાવના રહી છે. અને આ વર્ષે  ભારે વરસાદ ને કારણે કડી શહેર ના અંદર આવેલ ગટર ના પાણી પણ છોડવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

Contribute Your Support by Sharing this News: