મોડાસામાં એક સાથે પાંચ કોરોના પોઝીટીવ કેસ આવતા અરવલ્લીમાં કુલ ૧૬૮ કેસ નોંધાયા

ગુજરાતમાં કેટલાક દિવસથી રોજના ૫૦૦ જેટલા કોરોના દર્દીઓ નોંધાય છે જેને લઈને પ્રજામાં  એક ચિંતા જોવા મળી રહી છે. ચાર ચાર લોક ડાઉન ના કારણે આથિક રીતે ધંધા ઠપ્પ થઇ ગયા હતા જેને લઈને સરકારે ફરીથી ધંધા આર્થિક રીતે પગભર થાય તે માટે સાવચેતી અને સાવધાની રાખવાની સાથે અને નિયમોનાં કડક પાલન સાથે અનલોક ૧ માં છૂટ આપી પરંતુ જેવી છૂટ મળી કે તરત જ કોરોના સામેની લડાઈમાં મેદાને ઉતર્યા હોય તેમ માનવ મહેરામણ બજારમાં નજરે પડી રહ્યો છે જેમાં સરકારના નિયમોનું સરેઆમ ઉલ્ઘન્ન થઇ રહ્યું છે ક્યાય માસ્ક પહેરેલ જોવા નથી મળતા ,વેપારીઓને ત્યાં દો ગજ કી દુરી એટલે કે સોશય્લ ડિસ્ટન્સ નું પાલન બિલકુલ કરવામાં આવતું નથી .મોટાભાગની દુકાને સેનેટાઈઝ પણ રાખવામાં આવતું નથી તેવું જાણવા મળ્યું છે. જેમાં મોડાસા નગરમાં એક સાથે ૫ કોરોના કેસ પોઝીટીવ આવતા નગરજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અલ્હાયત ,દરિયાઈ ,બેલીમવાડા ,નાવાજીફલીમાં નામના વિસ્તારમાં કેસ સમાઈ આવ્યા છે .આ સાથે અરવલ્લી જીલ્લામાં ૧૬૮ કેસ નોંધાયા છે.