પ્રતીકાત્મક તસ્વીએ
પ્રતીકાત્મક તસ્વીએ

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે રહેતા કંચનબેન દવેએ તેમના પતિ ઝવેરીલાલ દવે તથા દિયર મહેન્દ્રભાઇ દવે અને પ્યારેલાલ દવે સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ઉપરોક્ત ત્રણેય જણાએ તેણીને ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરીયાદ દિયોદર પોલીસ મથકે નોંધાવતા પોલીસે મહિલાની ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અહેવાલ જયંતી મેતીય પાલનપુર