પાલનપુર પૂર્વ પોલીસ મથકે કોન્ટ્રાક્ટર સહિત અજાણ્યા ઈસમો  સામે ફરીયાદ

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુરમાં નગરપાલિકાના ખોટા લેટર પેડથી ચેક બુક મેળવી લઈ આ ચેકબુકમાં ખોટી સહીઓ કરી લઈ તેમાંથી રૂ.૧૮.૬ર લાખ જેટલી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ છેતરપીડી આચરવામાં આવી હોવાની ફરીયાદ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા  પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. જે આધારે પોલીસે ડીસાના એક કોન્ટ્રાક્ટર સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં રહેતા અને મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલના વતની અને હાલમાં પાલનપુર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજભાઈ બારોટે પાલનપુર શહેર પૂર્વ

પોલીસ મથકે ભુપતજી વાદી નામના ડીસાના એક કોન્ટ્રાક્ટર તેમજ બીજા અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે કે આ ઈસમોએ તેમની જાણ બહાર પાલનપુર નગરપાલિકાનો ખોટો લેટર ઠગાઈ કરવાના હેતુથી બનાવી ખોટા દસ્તાવેજ બનાવી અને ચેકબુકો લેવા ખરા તરીકે ઉપયોગ કરી તેમાં ચીફ ઓફીસર પંકજભાઈ તથા એકાઉન્ટન્ટ મહેશભાઈની ખોટી સહીઓ કરી એચ.ડી.એફ.સી.બેંકમાં રજુ કરી ચેક બુક નં.૦૦૦૧ર૬ થી ૦૦૦૧૭પ ની મેળવી તેમાં ચેક નં.૦૦૦૧ર૬ માં રૂ.૯ લાખ તા.૧૭-૭-ર૦૧૯ ના રોજ તથા ચેક નં.૦૦૦૧ર૭ માં કુલ રૂ.૯,૬ર,૩૮પ તા.ર૮-૭-ર૦૧૯ ના રોજ મળી કુલ રૂ.૧૮,૬ર,૩૮પ ની રકમ ચેકમાં ભરી ચીફ ઓફીસર તથા એકાઉન્ટન્ટની ખોટી સહીઓ કરી બન્ને ચેકો પાલનપુરની બેંકમાં નાંખીને આઈ.સી.આઈ.સી.આઈ થરાદના ખાતામાં મેળવી નાણાં ટ્રાન્સફર કરાવી નગરપાલિકા તથા ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટ સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ઉપરોક્ત આક્ષેપો મુજબની ફરીયાદ નોંધી વધુ તપાસ પાલનપુર પૂર્વ પોલીસ મથકના પી.એસ.આઈ કે.એન.જેઠવાએ હાથ ધરી છે.

અહેવાલ જયંતિમેતીય પાલનપુર 

Contribute Your Support by Sharing this News: