ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા ના રાધનપુર રોડ પરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં બે મહિલા સહીત ૫૦ થી ૬૦ જણા ના તોળાએ ભેગા મળીને દેલીલો ગામના શક્સોએ ઘરનું તાળું તોડી અંદર ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરીને મકાન માલિક ને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ માં દર્જ થયો હતો. મકાન માલિક ની દીકરીએ મહેસાણા શહેર પોલીસ મથકમાં બે મહિલા સહીત ૫૦ થી ૬૦ જેટલા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો હતો.

ફરિયાદમાં પટેલ સોનાબેન ભગવાનભાઈ મગનદાસ ઉ.વ.૨૮ (હાલ રહે.સી-૩ તિરુપતિ સોસાયટી ન્યુ રાણીપ અમદાવાદ મૂળ રહીશ મહેસાણા વૃંદાવન પાર્ક સોસાયટી)ની પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ ૫૦ થી ૬૦ જણાનું ટોળું તેણીના પિતાના ઘરનું તાળું તોડીનેનર ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરી તેણીના પિતાને મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ મહેસાણાના દેલોલી ના રહીશ હાલ રહે સત્તાધાર સોસાયટી સોલારોડ અમદાવાદ ના કિરણબેન ગોવિંદભાઈ હીરાભાઈ તથા રમીલાબેન ગોવિંદભાઈ હીરાભાઈ,બળદેવભાઈ નારણભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના પ્રમુખ મળી કુલ ૫૦ થી ૬૦ જણાએ સોનાબેન ભગવાનભાઈના પિતા ભગવાનભાઈ મગનદાસ ના ઘરનું તાળું તોડી તેણીના પિતાને મારી નાખવાની ધમકી આપતા ૧૯-૦૫-૨૦૧૯ ની ઘટનાને પગલે ગઈકાલે મહેસાણા પોલીસ સ્ટેશન-બી-ડીવીઝન માં ફરિયાદ નોંધાવતા કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.