હું દંડ નહીં ભરૂ તેમ કહી ધમકીઓ આપી ટોઇંગ વાહનની ચાવી કાઢી લીધી હોવાની રાવ 

ગરવીતાકાત,પાલનપુર: પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં સિલ્વર બેલ્સ સ્કૂલની પાસે જાહેર રોડ પર ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક પોલીસકર્મી સાથે એક દંપતીએ ઉદ્ધતાઈભેર વર્તન કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે પાલનપુર શહેર ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિક્રમભાઇ છગનભાઇ પાલનપુરના ગોબરી રોડ પાસે સિલ્વર બેલ્સ સ્કૂલની સામે જાહેર રોડ પર ફરજ પર હતા. તે દરમિયાન પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ પાસે ચામુંડા સોસાયટીમાં રહેતા મહેશભાઇ લક્ષ્મણભાઇ પટેલ તથા તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન મહેશભાઇ પટેલ આવેલા અને તેમના દીકરાને ટ્રાફિક નિયમનની ફરજ દરમિયાન એક્ટિવાનું લાયસન્સ વગર જાહેર રોડ પર ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ દંડ ભરવાનું કહેતા હું દંડ નહીં ભરૂ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઝપાઝપી કરી હુમલો કરી હું તમને ફસાવી દઈશ તેમ કહી ટ્રાફિક પર દરમિયાનની કામગીરીમાં અટકાવી હાનિ પહોંચાડવાની ધમકી આપી હોવાની તેમજ ટોઇંગ વાહનની ચાવી કાઢી લઇ બળજબરીપૂર્વક એક્ટિવા લઇ લેવાની પેરવી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

Contribute Your Support by Sharing this News: