સદુથાલાની શાળામાં ધોરણ:૮ ની વિદ્યાર્થીની આરતીબા જગતસિંહ ઝાલા એ  ચિત્ર સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવ્યું 
ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૮)
બેચરાજી તાલુકાના કકાસણા ગામે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓની ખીલવણી કરવાના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છેઃ જેમાં ચિત્ર, નિબંધ, કાવ્યાલેખન તેમજ વકતૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
CRC  કક્ષાએથી શરૂ થતી આવી સ્પર્ધાઓમાં રણેલા CRC ની સાત શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધાનો વિષય હતો પ્લાસ્ટિક મુક્ત ભારત .. આ વિષય પર સદુથલા પ્રા. શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની ઝાલા આરતીબા જગતસિંહ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. ડાયટ મહેસાણા દ્વારા પ્રમાણપત્ર અને રૂ.300/- ઈનામ મેળવેલ છે. મહાત્મા ગાંધી બાપુ ભૂતકાળ જ નહિ , ભવિષ્ય પણ છે તે આધારિત સ્પીચ આપવામાં ઝાલા લક્ષ્મી બા માધવસિંહ બીજા નંબરે ઉત્તીર્ણ થયા અને નિબંધ લેખન માં ઝાલા સેજલબા હરિસિંહ બીજા નંબરે ઉત્તીર્ણ થયેલ છે
બીજા સાથે સમાચાર શેર કરો.