તસ્વીર - નવિન ચૌધરી
ગરવી તાકાત, વાવ
ગામના લોકો ના આરોગ્યની સંભાળ માટે ગામ અને ખેતરોમાં ઘરોની સમયાંતરે મુલાકાત લે છે,
આમ તો કોરોના મહામારીમાં પોલીસ,વહીવટીતંત્ર, મીડિયાકર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ કોરોના વોરિયર્સ બની ખંતથી તેમની ફરજ બજાવી છે,પણ દરેક ક્ષેત્રોમાં મહિલાઓનું યોગદાન ખાસ વિશેષ રહ્યું છે,પરિવારની સાર સંભાળ અને ફરજ બન્ને ને સુપેરે નિભાવનાર મહિલાઓ અભિનંદનને પાત્ર છે,ત્યારે અલ્પ સુવિધાઓ વચ્ચે પોતાની ફરજમાં અડગ રહેનાર F.H.W દર્શનાબેન બી.ચૌધરી ની કામગીરી સરાહનીય રહી છે.
વાવ તાલુકાના ધરાધરા ગામમાં છેલ્લા 4 વર્ષથી F.H.W તરીકે નોકરી કરતાં દર્શનાબેન બી.ચૌધરી એક ફરજનિષ્ઠ આરોગ્ય કર્મી તરીકે ગામના લોકોમાં જાણીતા છે,ગામ કે ખેતરોમાં વસવાટ કરતા દરેક પરિવારની સમયાંતરે મુલાકાત લઈ લોકોને આરોગ્ય પ્રત્યે સભાન કરવા માટે હરહંમેશ સૂચન કરતાં રહે છે,એમાંય કોરોના બાદની તેમની કામગીરી સરાહનીય રહી છે.

આ પણ વાંચો – વાવના માવસરી પોલીસે માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૮૦ લાખનો દંડ વસુલ્યો

મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના કડિયાદરા ગામના વતની એક ખેડૂતની દીકરી દર્શનાબેન બી.ચૌધરીએ ભીલોડાની સરકારી કોલેજમાં નર્સનો અભ્યાસ કર્યા બાદ 4 વર્ષ અગાઉ તેમનું F.H.W તરીકે વાવના ધરાધરામાં પોસ્ટિંગ થયું હતું,4 વર્ષના સમયગાળામાં તેઓ ગામના દરેક ઘરોમાં જાણીતા છે, કેમકે તેમની સમયાંતરે મુલાકાત અને લોકોને આરોગ્ય બાબતે શિખામણ આપતાં જ રહે છે,એમાંય કોરોનાની મહામારીમાં તેમણે કોરોના વોરિયર્સ તરીકે ખંતથી ફરજ નિભાવી હતી.
3350 ની વસ્તી ધરાવતા ધરાધરા ગામના લોકો મોટે ભાગે ખેતરોમાં સ્થાયી વસવાટ કરે છે,એ દરેક ખેતરોમાં અને ઘરે ઘરે જઇ કોરોના સામે સાવચેત રહેવા દરેક ઘરોની મુલાકાત લીધી હતી,ચોમાસાની શરૂઆતથી આજદિન સુધી લોકોને ઘરે ઘરે જઇ મચ્છર ના પડે,તેના માટે દવા એબેટ નાખવી,અને સંગ્રહેલ પાણીનો નિકાલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે,વતન ઇડર તાલુકાના કડિયાદરા ગામથી 220 કી. મી.દૂર વાવ તાલુકાના અંતરિયાળ ગામ ધરાધરાને છેલ્લા 4 વર્ષથી કર્મભૂમિ બનાવી દર્શનાબેન ચૌધરી સરાહનીય કામગીરી દ્વારા પોતાની ફરજ ને નિભાવી રહ્યાં છે.
રીપોર્ટ – નવિન ચૌધરી
બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here