પાલનપુર કલેકટર કચેરી આગળના બગીચામાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તેના વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  કલેકટરશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યુ હતું કે વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ્મ- હરીયાળો બનાવીએ. તેમણે કહ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. કલેકટર કચેરી આગળ જે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના જતનમાં નિવાસી અધિક કલેકટરશ્રી બાંભણીયા અને કલેકટર કચેરીનો સ્ટાફ ખુબ સારૂ યોગદાન આપે છે. કલેકટરશ્રીએ આ પ્રસંગે જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એલ. બી. બાંભણીયા, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, મામલતદારશ્રી કમલ ચૌધરી, વન વિભાગના અધિકારીશ્રી તથા કર્મચારીઓ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Contribute Your Support by Sharing this News: