ડીસા પંથકમાં વાતાવરણમાં ફરી પલટો, વરસાદી મહોલની હવામાન વિભાગની આગાહી

શેર કરવા અહીં ક્લિક કરો.

સમગ્ર ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડીસા પંથકમાં છેલ્લા સપ્તાહથી ગરમીમાં સતત વધારો થવા પામ્યો છે અને લોકો સતત ગરમી અને બફારાથી અકળાઈ ઉઠ્યા હતા ત્યારબાદ શુક્રવારથી વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો અને બપોરબાદ પવનની ગતિ પણ વધવા સાથે આકાશમાં ધૂળનું સામ્રાજ્ય છવાયું હતું. હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યભરમાં વરસાદી માહોલ બનાવાની પણ શકયતા જણાવાઈ છે
જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ સમયસર બેસવાના સંકેત આપવામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.