ચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ

ગમ્યું તો આગળ શેર કરો.

અંબાજીમાં ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યા બાદ આજે તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી હતી. લોકડાઉનના નિયમોને કારણે માત્ર ૨૦ લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ છે. પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી તરીકે જાણીતા હતા. ચૂંદડીવાળા માતાજીને ગબ્બર ખાતેના નિવાસસ્થાને વિધિવત સમાધિ રીતે અપાઇ હતી.

બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. આજે ગબ્બર ખાતેના તેમનના નિવાસસ્થાને તેમને સમાધિ આપવામાં આવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા ૭૬ વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે. ૨૮ તારીખના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી વિધિ કરવામાં આવી અને ૮ વાગ્યા નાં સુમારે તેમના સ્થાને સમાધિ આપવામાં આવી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો