ગરવી તાકાત, નવીદિલ્હી

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં LAC પર તનાવ પોતાના ચરમ સ્થિતી ઉપર છે, જેમાં એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ કહ્યું કે એક તક પર તો ચીની સેના LAC માં 40 કિ.મી. સુધી અંદર આવી ગઇ હતી. જેને બાદમાં પાછી મોકલવી પડી અધિકારીઓએ કહ્યું કે આ ચીનની મોટી નીતિ છે જેના દ્વારા તે ભારતીય સેનાને સીમા પર અલગ અલગ ભાગોમાં વ્યસ્ત રાખવા ઇચ્છે છે જેથી બાદમાં તનાવ દરમિયાન જ તે અચાનક કોઇ ખોટી હરકતને પરિણામ આપી શકે છે.જાે કે હજુ પણ પૂર્વી લદ્દાખ જ બંન્ને સેનાઓ વચ્ચે ટકરાવનું કેન્દ્ર છે.

અત્યારે સ્થિતિ એ છેં કે બંન્ને જ સેનાઓ એક બીજા પર LAC ની પાસે ગોળીબારનો આરોપ લગાવી રહી છે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સોમવાર રાતે કોના તરફથી ચેતવણી તરીકે ગોળી ચલાવવામાં આવી જાે કે ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં ઘુષણખોરીનો પ્રયાસ કર્યો અને અટકાવતા તેણે ગોળીબાર કર્યો આ દરમિયાન એક રીપોર્ટમાં ખુલાસો થયો છે ચીનની ઘુસણખોરી ફકત પૂર્વી લદ્દાખ સુધી જ સમિતિ નથી રહી તેણે 3500 કિમીની સીમા પર ત્રણ જગ્યા ઉત્તરાખંડ, અરૂણાચલ અને સિક્કમમાં પણ અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો.એ યાદ રહે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર મહીનાથી લદ્દાખ ખાતેની એલએસી પર તનાવ જારી છે જાે કે ગલવાન ધાટીમાં થયેલ બંન્ને દેશોના સૈનિકોની અથડામણ બાદથી સ્થિતિ વધુ તનાવપૂર્ણ થઇ છે ગત બે મહિનામાં જ ચીનને ધુષણખોરીના નવા પ્રયાસો કર્યો છે.

આ પણ વાંચો – નેપાળનો વધુ એક વિવાદીત દાવો, ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારને પોતાનો ગણાવ્યો

એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે PLA જુલાઇમાં બે વાર અરૂણાચલ પ્રદેશની સીમામાં ઘુસી ગઇ આ પ્રસંગ પર તો ચીની સેના અર્જા જિલ્લામાં 26  કિલોમીટર અંદર સુધી ધુસી આવી હતી અને ત્રણથી ચાર દિવસ સુધી કેમ્પ સ્થાપિત કરીને રોકાઇ હતી જયારે બીજા પ્રસંગ પર PLA અરૂણાચલના હદીગરા પાસે 40 કિલોમીટર અંદર આવી ગઇ હતી જાે કે બાદમાં તેને પાછું ફરવું પડયું આ ઉપરાંત ઓગષ્ટની શરૂઆતમાં બંન્ને દેશોની વચ્ચે સિક્કિમના જેલેપ- લા વિસ્તારમાં પણ ટકરાવ થયો હતો તેમાં PLAની ઉચી ટોચ પર પહોંચી ભારતીય સેના તરફથી મોટા ચટ્ટાનો ફેંકવામાં આવી હતી વરિષ્ઠ અધિકારીઓના દખલ બાદ તનાવ ઓછો થયો હતો જાે કે જાેઇન્ટ બેઠક દરમિયાન ચીને જેલેપ-લા વિસ્તાર પર પોતાનો દાવો કર્યો એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે ચીનનો આ નવો દાવો પરેશાન કરનાર છે કારણ કે સિક્કિમની પાસે વિસ્તાર વિવાદિત રહ્યો નથી મધ્ય ઓગષ્ટમાં ચીની પીએલએને ઉત્તરાખંડની પાસે તંજુન લા પાસે જાેવા મળ્યા હતાં.

બીજા સાથે સમાચાર શેર કરો.