ગરવીતાકાત,હિંમતનગર: ચિલોડા હિંમતનગર નેસનલ નંબર આઠ હાઈવે પર નો રોડ છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો ને અકસ્માત નું આમંત્રણ આપી રહ્યું હોય તેમ જણાય છે હાલ માં અમદાવાદ થી શામળાજી નેસનલ હાઈવે પર સીકસ લેન રોડ તથા ઓવર બ્રીજ બનવા નું કામ ચાલુ છે ત્યારે સમગ્ર પંથક માં ભારે વરસાદ ને કારણે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો ને પોતાનું વાહન લઇ જવું પણ જોખમી બની રહ્યું છે આ અગાઉ મસમોટા ખાડા ને લઈ વાહન ચાલકો અકસ્માત માં ભોગ બન્યા છે અને મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાની હદમાં આવતા નેશનલ હાઈવે ૮ ઉપર કોઈપણ જગ્યાએ ડાઇવર્ઝન ના બોર્ડ મારવામાં આવેલ નથી અને રાત્રિના સમયમાં સ્પષ્ટપણે નિહાળી શકાય તેવા પ્રકારના રિફ્લેક્ટએડ પણ મારવામાં આવેલ નથી આ અંગે વાહન ચાલકો એ પોતાના જીવ પણ ગુમાવ્યા છે સ્થાનીક લોકો તંત્ર ને પણ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર પણ આ બાબતે ચુપ બેઠું છે.

મીડીયા એ આ બાબત ને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ને વાત કરતા જીલ્લા પોલીસ વડા જણાવ્યું હતું કે આ બાબતે નેસનલ હાઈવે ઓથોરિટી ને ખાતાકીય નોટિસ આપી જણાવવા મા આવ્યું છે રસ્તા પર પડેલા ખાડા ના કારણે વાહન ચાલકો અકસ્માત સર્જાસે તો પોલીસ કોન્ટ્રાક્ટર ઉપર મનુષ્ય વધ નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવસે પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલ બુથ ઉપર પણ રોડ ની હાલત બીસ્માર હોવા છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવા મા આવે છે અને આ અંગે સ્થાનીક લોકો એ સરકાર શ્રી માં પણ જાણ કરી હોવા થી હજુ સુધી ટોલ ટેક્સ ઉઘરાવવા મા આવે છે શું હવે સરકાર ગંભીરતાથી આ અંગે યોગ્ય નિર્ણય લેશે..???? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર