શંખેશ્વર જહાજ મંદિરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મસાની 44મી દીક્ષા તિથિ નિમિત્તે ચબુતરા નું ઉદ્ઘાટન યોજાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,શંખેશ્વર

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ ના જહાજ મંદિર ખાતે તપાગચ્છાધીપતી પ પૂ આ ભ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ની 44 મી દીક્ષા તિથિ નિમિત્તે ચબુતરા નું ઉદ્ઘાટન યોજાયું.આ આયોજન પ્રેમરત્ન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા,બાલમુની શૌર્યશેખર વિજય મ.સા તથા પૂજય સાઘ્વીજી મ.સા ની પાવનકારી નિશ્રામાં ચબુતરા નું ઉદ્ઘાટન યોજાયું. જહાજ મંદિર મધ્યે  ચબુતરાનો જેમણે લાભ લીધો તે લાભાર્થી પૂ સા સુનંદિતાશ્રીજી મ.સા ની પ્રેરણાથી માતુશ્રી સુંદરબેન રતનશીભાઈ ગડા હસ્તે.જ્યોતિબેન કમલેશભાઈ ગડા (ગજરાજ પરિવાર) ગામ નવાવાસ પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે પરેશભાઈ ગોહિલ એ જણાવેલ કે પૂ નયશેખરજી મહારાજ અને બાલ મુનિ પૂ. શૌર્યશેખરજી મહારાજ દ્વારા શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાન ની પૂજા તથા ચબૂતરાનું લોકાર્પણ કર્યુ. સુચારૂ સમાજ વ્યવસ્થા ટકાવી રાખવામા સજ્જનો, સંતો અને ધર્માંચાર્યોનું મહત્વનું યોગદાન છે. સમાજને સંસ્કૃતિ અને સંસ્કારોનું જ્ઞાન આપી જાગૃતિ લાવવાનું કાર્ય સંતપુરુષોના માધ્યમથી થઈ રહ્યું છે.પોતાના જીવનમાં આધ્યાત્મિકતાની અલખ જગાવવા નું કાર્ય કરીને સંતો જનહૃદયમાં અમર બની જાય છે.જીવ અને શિવ ને જોડતી કડી એટલે ચબૂતરો,તો જરૂરથી શોભી ઉઠશે આ ધરા નજરે પડશે ઠેર ઠેર જ્યારે ચબૂતરા.જહાજ મંદિર તરફથી પરેશભાઈ ગોહિલ નું તિલક,સાલ,શ્રીફળ દ્વારા બહુમાન કરવામાં આવેલ.સાથે સાથે પૂજય નયશેખર મ.સા અને શૌર્યશેખર મ.સા દ્વારા પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિમા અર્પણ કરવામાં આવેલ.અત્યાર સુધી માં શંખેશ્વર ની આજુબાજુમાં થઈને 44 થી અધિક ગામોમાં પૂજય નયશેખર મ.સા તથા પૂજય શૌર્યશેખર મ.સા માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલ છે.આ પ્રસંગે પરેશભાઈ ગોહિલ, બ્રિજેશભાઈ ભંડારી, રમેશભાઈ સોની, કૌશલભાઈ જોષી, ગણેશભાઈ, દશરથભાઈ,તરુણભાઈ તથા સમસ્ત જહાજ મંદિર ના સ્ટાફ ગણ ઉપસ્થિત રહી સુંદર સાહત સહકાર આપેલ.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેલ.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર

શેર કરવા અહીં ક્લિક કરો.