યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (uidai) આધારકાર્ડમાં નામ, જન્મતારીખ અને અન્ય માહિતી અપડેટ કરવાના નિયમોમાં બદલાવ કર્યો છે.

  • UIDAI એ પોતાના નિયમમાં કર્યો ફેરફાર
  • આધારકાર્ડમાં જન્મતારીખ એક જ વખત બદલી શકાશે
  • નામ બે વખત બદલી શકાશે

બદલાયેલા નિયમ અનુસાર આધારકાર્ડમાં જન્મતારીખ, નામ અને લિંગમાં પરિવર્તન કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જન્મતારીખમાં માત્ર એક જ વાર બદલાવ થઇ શકશે. જ્યારે નામમાં બદલાવ અંગે યુઆઇડીએઆઇના નવા નિયમ અનુસાર આધારકાર્ડમાં નામમાં બદલાવ માત્ર બે વખત કરી શકાશે.

આધારકાર્ડમાં વધુમાં વધુ 3 વખત કરી શકાશે ફેરફાર: જન્મતારીખમાં ફેરફાર અંગે યુઆઇડીએઆઇના નવા નિયમ અનુસાર આધારકાર્ડમાં પ્રથમ વાર જે જન્મતારીખ નોંધાયેલ હોય તેમાં વધુમાં વધુ ત્રણ વર્ષનો ફેરફાર શક્ય બનશે એટલે કે જન્મતારીખના વર્ષમાં ત્રણ વર્ષ વધારી કે ઘટાડી શકાશે. એનરોલમેન્ટ સમયે જન્મતારીખને લઇને જે દસ્તાવેજ જમા કરાવવામાં આવે છે.

અરજદાર નહીં જમા કરાવવા પડે દસ્તાવેજ: યુઆઇડીએઆઇના રેકોર્ડમાં તેને જ પ્રમાણિત માનવામાં આવે છે. જો કોઇની પાસે એનરોલમેન્ટ સમયે કોઇ દસ્તાવેજ ન હોય તો જે તારીખ નોંધાવવામાં આવે તેને સ્વીકારી લેવામાં આવશે, તેમાં બદલાવ માટે અરજદારને દસ્તાવેજ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

લૈંગિક અપડેટ માત્ર એક વખત કરી શકાશે: લૈંગિક બદલાવ-અપડેટ માત્ર એક જ વાર કરવા દેવાશે. જો કોઇ વ્યક્તિ યુઝર નામ, જન્મતારીખ કે લૈંગિક ફેરફાર કરાવવા ઇચ્છતી હોય તો તેણે નજીકની યુઆઇડીએઆઇ ઓફિસમાં સંપર્ક કરવાનો રહેશે. આ માટે યુઝર્સને પહેલાં યુઆઇડીએઆઇ ઓફિસમાં મેઇલ કરવાનો રહેશે અથવા રૂબરૂ જઇને વિનંતી કરવાની રહેશે.

Contribute Your Support by Sharing this News: