પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ સવારે 9.02 વાગ્યે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા LBN#1માં પ્રવેશ કરાવ્યો. હવે ચંદ્રયાન-2, 118 કિમીની એપીજી (ચંદ્રથી ઓછું અંતર) અને 18078 કિમીની પેરીજી (ચંદ્રથી વધુ અંતર)વાળા અંડકાર કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર મારશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને લગભગ 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી.

ચંદ્રયાન-2ની ગતિમાં 90 ટકાનો ઘટાડો એટલા માટે કરવામાં અવ્યો છે જેથી તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રવાહમાં આવીને ચંદ્રને ટકરાઈ ન જાય. 20 ઓગસ્ત એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2નો પ્રવેશ કરાવવો ઇસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબ જ પડકારરૂપ હતો. પરંતુ, વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ કુશળતા અને ચોકસાઈથી પૂરું કર્યુ. 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-2ને 22 જુલાઈએ શ્રીહરિકોટાથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 14 ઓગસ્ટે ચંદ્રયાન-2ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

2 સપ્ટેમ્બરે યાનથી અલગ થઈ જશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર: ચંદ્રના ચારે તરફ ચાર વાર કક્ષાઓ બદલ્યા બાદ ચંદ્રયાન-2થી વિક્રમ લેન્ડર બહાર નીકળી જશે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન રોવર પણ ઓર્બિટરથી અલગ થઈને ચંદ્રની તરફ વધવાનું શરૂ કરશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની ચારે તરફ બે વાર ચક્કર માર્યા બાદ 7 સપ્ટેમ્બરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

આ અભિયાન અત્યાર સુધીના સૌથી પડકારરૂપ અભિયાનો પૈકીનું એક છે, કારણ કે જો ઉપગ્રહ ચંદ્રથી ઉચ્ચ ગતિથી પહોંચે છે તો ત્યાંની સપાટી તેને ઉછાળી દેશે, જેના કારણે આ ઉપગ્રહ અંતરિક્ષમાં ચાલ્યું જશે. પરંતુ જો તે ધીમી ઝડપે આવે છે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ચંદ્રયાન 2ને ખેંચી લેશે અને તે તેની સપાટી પર પડી શકે છે.

ઝડપ યોગ્ય રાખવી સૌથી મોટો પડકાર: આ અભિયાનની દૃષ્ટિથી તેની ઝડપ નિયત કર્યા મુજબ હોવી જોઈએ અને અભિયાન દરમિયાન આ ઓપરેશન માટે ઝડપને ચંદ્રને બદલે તેની ઊંચાઈ ઉપર જ કન્ટ્રોલ કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન નાની ભૂલ પણ આ સમગ્ર મિશનને નિષ્ફળ બનાવી શકે છે. ચંદ્રની સાથે અંદાજે સો કિલોમીટર દૂર ઉપગ્રહ ફરીથી ઓરિએન્ટેડ થશે, ત્યારબાદ તેની ઝડપને યોગ્ય માત્રામાં ધીમી કરવામાં આવશે, જેથી ચંદ્ર અંતરિક્ષ યાનને પોતાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં તેને ખેંચે. ત્યારબાદ ચંદ્રયાન 2 ચંદ્રની નજીક પહોંચી જશે. લગભગ બે સપ્તાહ માટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ ચંદ્ર પર લેન્ડિંગ 7 સપ્ટેમ્બરે નિર્ધારિત છે.

ઇસરોના અધ્યક્ષ ડો. કે સિવન
ઇસરોના અધ્યક્ષ ડો. કે સિવન

વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?: ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. તેનું કારણ તેનું 39,240 કિમી પ્રતિ કલાકની ઝડપ છે. જો આ ઝડપ હવાના માધ્યમથી ધ્વનિની ઝડપથી લગભગ 30 ગણી વધુ છે. ઇસરોના અધ્યક્ષ ડો. કે. સિવને જણાવ્યું કે, તમે કલ્પના કરી શકો છો કે એક નાની ભૂલ પણ ચંદ્રયાન-2ની ચંદ્રની સાથે મુલાકાતને નિષ્ફળ કરી શકે છે.

મિશન સફળ થતાં જ ભારત બની જશે અંતરિક્ષ મહાશક્તિ: જો આ મિશન સફળ રહ્યું તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્રની સપાટી પર રોવરને ઉતારનારો ભારત ચોથો દેશ બની જશે. ચંદ્ર પર યાનને ઉતારવાનો ઈઝરાયેલનો પ્રયાસ આ વર્ષની શરુઆતમાં નિષ્ફળ રહ્યો હતો. અંતરિક્ષમાં શૂટિંગ બાદ, અંતરિક્ષ યાનની કક્ષા 23 જુલાઈથી 6 ઓગસ્ટ વચ્ચે ઉત્તરોત્તર પાંચ વાર વધી હતી. ત્યારબાદ 3.84 લાખ કિમીની અંતરે ચંદ્ર તરફ રાખવામાં આવ્યું. લેન્ડિંગ બાદ રોવર ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસ માટે પ્રયોગ કરે છે, જે પૃથ્વીના 14 દિવસની બરાબર છે. લેન્ડરનું જીવન પણ એક ચંદ્ર દિવસ છે, જ્યારે ઓર્બિટર એક વર્ષ માટે પોતાના મિશનને ચાલુ રાખશે. ચંદ્રયાન 2 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર વિશે જ્ઞાનનો વિસ્તાર કરવાનો છે, જેનાથી તેની ઉત્પત્તિ અને વિકાસની સારી રીતે મસજી શકાશે.