ઊંઝા-મક્તુપુર હાઇવે પર વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત થતાં હોબાળો મચી ગયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી હાઇવે ચક્કાજામ કરતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી સ્થાનિકોને સમજાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે, અહીં અંડરબ્રિજ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય કરવામાં નહીં આવતાં અકસ્માતની સંખ્યા વધી રહી છે.

બાઇક પર નોકરીએ જતાં 2  યુવકોના મોતથી પાસેના ગામનો રોડ પર ચક્કાજામ

ઊંઝાના મક્તુપુર નજીક આજે ટ્રેલરે બાઇક સવાર બે યુવકને અડફેટે લેતા બંને યુવકોનાં મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ પાસેના ગ્રામીણોએ હોબાળો મચાવ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દીધા હતા. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.લોકો રસ્તા પર જ બેસી જતાં ત્રણેક કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. 

આ મામલે ગામના સંરપંચે જણાવ્યુ હતુ કે અમારા ગામના લોકો અનેકવાર પ્રસાસન પાસે અંડર બ્રીજની માંગ કરી છે. છતા પણ અમારી માંગની હજુ સુધી સ્વીકાર કરાયો નથી. જેથી અહિ એક્સીડેન્ટ થવાની સંભાવના વધી ગઈ છે. આગળના સમયમાં અમારી માંગ નહી સ્વીકારાય તો અમે રસ્તો બંદ કરવાનુ કામ કરીશુ.

Contribute Your Support by Sharing this News: