તલોદ તાલુકાના કઠવાડા ગામ ખાતે આવેલ ચેહર ધામ મંદિર માબિરાજમાન શ્રી લાખણીચી માતાજી ચેહર માતાજી તથા ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા ને આઠમી તિથિ નિમિત્તે તિથી મહોત્સવ અંતર્ગત નવચંડી હવન જાતર ના ધાર્મિક પ્રસંગ નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રબારી સમાજના દાનવીર અને પૂર્વ ધારાસભ્ય

 શ્રીબાબુભાઇ જે દેસાઈ ગામ મુક્તૂપુર જેઓ નું ભુવાજી ચેતનભાઈ નારાયણભાઈ રબારી ગામ કઠવાડા તરફથી  ચાંદી ની પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું યજ્ઞ પ્રારંભ ૧૦૮ દિવડાની આરતી કરી  જાતર માતાજી ની રમેણ અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા  આ પ્રસંગે મોટી સંખ્યામાં ભકતો એ માતાજીના દર્શન નો લાભ લઇ ભુવાજી ચેતનભાઇ નારણભાઈ ના આશીર્વાદ મેળવ્યા હતા

બીજા સાથે સમાચાર શેર કરો.