ગરવીતાકાત,અરવલ્લી: માલપુર ની પવિત્ર વાત્રક નદી કે જેનો વેદો માં પણ વેત્રવતી તરીકે ઉલ્લેખ કરાયો છે એવી પવિત્ર નદી કિનારે સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન ઐતિહાસિક રક્ષેસ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ રહી છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભૂદેવો દ્વારા ભગવાન ભળાનાથ ને રીઝવવા માટે દૂધ અને જળ નો અભિષેક સવાલાખ બીલીપત્ર અનુષ્ઠાન રુદ્રાભિષેક વગેરે ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવે છે દરરોજ સાંજે માલપુર નગર ના ભૂદેવો અને ગ્રામજનો ની ઉપસ્થિતિ માં ભગવાન ભોળાનાથ ની સાયં મહાપૂજા થાય છે માલપુર ત્રિવેદી મેવડા બ્રાહ્મણ પંચ દ્વારા ભગવાન ને અવનવી રંગોળી અને પુષ્પો દ્વારા શણગાર કરવા માં આવે છે ભગવાન ને 108 દિવા ની દીપમાળ કરવામાં આવે છે અને ખૂબ ભાવ અને ભક્તિ પૂર્વક સદાશિવ ની આરતી કરવામાં આવેછે શ્રાવણ માસ ના તહેવારો માં પણ ધામધૂમ થી ભોળાનાથ ના મનોરથ ની ઉજવણી કરવામાં આવેછે આમ સમગ્ર શ્રવણ માસ ની ભારે ધામધૂમ થી માલપુર રક્ષેસ્વર મહાદેવ ખાતે ઉજવણી કરવામાં આવે છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: