ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ બાળવિકાસ યોજના કચેરી ધ્વારા સપ્ટેમ્બર ૨૦૧૯ થી શરૂ થતા પોષણ જાગૃતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભવાઈ કાર્યક્રમ,રેલ,વાનગી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યૂ હતુ જેમાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી વાનગી પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને સપ્તાહને લગતી વિશેષ માહીતી આવવામાં આવી હતી આ પ્રસંગે બાળ વિકાસ સમિતિના ચેરમેન મણીભાઈ  પાંડોર,ગીતાબેન પટેલ સી.ડી.પી.ઓ મેઘરજ તેમજ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી