કડી તાલુકાના ગામડાઓમાં ઢોર ચોરી કરતી ગેંગ સક્રિય

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,કડી(તારીખ:૦૫)

કડી તાલુકાના લક્ષ્મીપુરા(નંદાસણ) ગામમાંથી એકજ રાતમાં ચાર ઢોર અજાણ્યા શખ્સો ગાડીમાં ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે.લક્ષ્મીપુરા ગામમાં ઢોરમાલિકોએ વાડામાં બાંધેલ ઢોરને સોમવાર ની રાત્રે અજાણ્યા શખ્સો ગાડીમાં ઉઠાવી ગયાની ફરિયાદ નંદાસણ પોલીસ મથકમાં ઢોરમાલિકોએ નોંધાવી છે. નંદાસણ ગામના ઢોરમાલિકોએ નંદાસણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ઢોર માલીક રવિવાર મોડી રાત્રે તેમના વાડામાં બાંધેલ ઢોર ને ચારપુરો કરી ઘેર ગયા હતા ત્યારે બાદ બીજા દિવસે સવારમાં વહેલા વાડામાં આવીને જોતા તેમની ભેંસની પાડી વાડામાં જોવા મળી નહોતી જેથી તેઓએ આજુબાજુ રહેતા પડોશીઓને જાણ કરતા આજુબાજુના પડોશીઓના ઢોર પણ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા.

ઢોર માલિકોએ ઢોર બાબતે અંગત રીતે તપાસ કરતા તેમને માલુમ થયું કે સોમવારના વહેલી સવારે GJ01 KL 6447 નમ્બર ની સફેદ કલરની રીટઝ ગાડીમાં બે અજાણ્યા શખ્સો ઢોર ઉઠાવીને લઈ ગયા હોવાની માહિતી મળી હતી.ઢોરચોરી માં વપરાયેલ ગાડી કડી ના હનીફ જાડી અને તેના માણસો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરી લક્ષ્મીપુરા ગામના રાકેશભાઈ પ્રહલાદભાઈ પટેલે આરોપીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. નંદાસણ પોલીસે ઢોરચોરીનો ગુન્હો નોંધી ગુન્હામાં વપરાયેલ ગાડી કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.