દિયોદરના ઝાલોઢા ગામે જાની દુશ્મન ગણાતા બિલાડી – શ્વાન વચ્ચે ગાઢ મિત્રતા 

ગમ્યું તો આગળ શેર કરો.
સામાન્ય રીતે કુદરતે નાના મોટા પશુઓ બનાવીને એક પશુ બીજા પશુઓને મારણ કરી શકે તે પ્રકારે આયોજન કર્યું હોય છે. જેમાં શ્વાન બિલાડીનો તેમજ સિંહ અન્ય નાના પશુઓ માટે કાળ રૂપ સમાન હોય છે. જો કે કેટલીક જગ્યાએ આવા પ્રાણીઓમાં પણ ગાઢ મિત્રતા જોવા મળતી હોય છે. દિયોદરના ચાળવા ગામે પણ જાની દુશ્મન ગણાતા બિલાડી અને શ્વાન વચ્ચે આવી જ ગાઢ મિત્રતા છે. ૬ મહિનાથી બિલાડી અને શ્વાન રમેશભાઇ પઢિયારના ખેતરમાં એક સાથે જ રહે છે. ત્યારે એકબીજાના જીવના પ્યાસા ગણાતા આ બન્ને પ્રાણીઓની અનોખી મિત્રતા જોઇ ગ્રામજનો પણ ભાવ વિભોર બની રહ્યા છે.
ગમ્યું તો આગળ શેર કરો.