Friday, April 3, 2020

પાલનપુર કલેક્ટર કચેરી બહાર સ્મશાનમાં દબાણને મામલે બસુ ગામના વૃદ્ધ દ્વારા ધરણા 

વૃદ્ધની તબિયત લથડતાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડગામ તાલુકાના બસુ ગામે રહેતા છગનભાઇ નામના વૃદ્ધે સ્મશાનની અંદર દબાણ થયેલ હોવાના મુદ્દે છેલ્લા દસ દિવસથી ધરણા પર ઉતરી જઇ વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા દરમ્યાન તેમની...

થરાદની રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ મકાનમાં આગ લાગતાં અફરાતફરી 

હાઇવે પર આવેલી સોસાયટીમાં ઇલેક્ટ્રિક શોટ સર્કિટના કારણે આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ. થરાદની રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ એક મકાનમાં એકાએક આગ લાગી જતાં મકાનમાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના...

યાકોરોના વાઈરસ ની દહેશત વચ્ચે ચેન્નઈ થી ભક્તો સાઈકલ લઈ અંબાજી આવ્યા

હાલ માં કોરોના ની દહેશત ને લઈ યાત્રાધામ અંબાજી માં 70 વર્ષ થી આવતા અખંડ ધૂન ના સંઘ ને મનાઈ ફરમાવી દરવામાં આવી છે ત્યારે આવા સંજોગો માં પણ ચેન્નાઇ થી નીકળેલો 100 ઉપરાંત યાત્રિકો નો એક સંઘ આજે અંબાજી મંદિરે પહોંચ્યો હતો અને...

ધાનેરામાં અસ્થિર મગજના પતિએ તીક્ષ્ણ હથિયારથી કરી પત્નિની હત્યા

ધાનેરા તાલુકાના ગામે પતિએ જ પોતાની પત્નિની હત્યા કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે અગમ્ય કારણોસર પતિએ પત્નિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી...

બનાસકાંઠામાં નાના મોટા ધાર્મિક મેળાવડા, ડાયરા ન યોજવા તંત્રની લોકોને અપીલ

નાના મોટા ધાર્મિક મેળાવડા ન યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ...

પાલનપુર પાલિકા દ્વારા એરોમા સર્કલ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા ફફડાટ

પાલનપુરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એરોમા સર્કલ વાહન ચાલકો માટે શિરદર્દ રૂપ બન્યું છે. એરોમા સર્કલ તથા ફલાયઓવરની આજુબાજુ લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યા હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. આથી પાલનપુર નગરપાલિકા, આરશ્બી અને પોલીસે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા...

વાવમાં વાસરડાની સીમમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળી ખાખ

વાવ: વાસરડા ગામની સીમમાં ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં આગ લાગતા રોકડ રકમ સહિત ઘરવખરી,ઘાસચારો બળીને ખાખ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન થયું હતું વાવ તાલુકાના વાસરડા ગામની સીમમાં સોમવારે બપોરના સમયે પ્રેમાભાઈ ભગવાનભાઈ ચૌધરીના રહેણાંક મકાનમાં આકસ્મિક રીતે આગ ભભુકી ઉછી હતી. જેને પગલે...

વ્યવસાય વેરો ન ભરનાર રીઢા બાકીદારોની મિલકતો સીલ કરાઈ

પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરનાર ૩૦૦ ઉપરાંતના રીઢા બાકીદારોને નોટીસ ફટકારવા છતાં વેરો ન ભરતા પાલિકાએ મિલ્કતો સીલ કરવાનું શસ્ત્ર ઉગામ્યું હતું. પાલિકાએ ૩ મિલકતો સિલ કરતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ...

બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં થૂંકનાર સામે કડક કાર્યવાહી

પાલનપુર: કોરોના વાઇરસનો ચેપ સામાન્ય રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે સંક્રમિત વ્યક્તિ કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે તેમજ સંક્રમિત વ્યક્તિના થૂંકવાના કારણે આ રોગનો ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જે ધ્યાને લઇ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૫ માર્ચના રોજ પરિપત્ર કરી જાહેરમાં થૂંકવા...

વડગામના પરખડી ગામના વિધવા બહેને પાંચ લાખનું માતબર દાન આપ્યું 

પાલનપુર : સામાજિક સમરસતા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પાલનપુરના આંગણે આગામી તા. ૨ થી ૪ મે-૨૦૨૦ દરમ્યાન મા અર્બુદા રજત મહોત્સવની ભવ્ય ઉજવણી- ૧૦૮ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. અર્બુદાધામ, આદર્શ વિધાસંકુલ, ડેરી...