Friday, April 3, 2020

હરામી નાલા વિસ્તારમાંથી બે ત્યજાયેલી પાકિસ્તાની બોટ મળી આવી

કચ્છ બોર્ડર સિકયૉરિટી ફોર્સ (બીએસએફ)ને શનિવારે કચ્છ જિલ્લા નજીક ઇન્ડો-પાક બોર્ડર પાસેથી 'હરામી નાલા' ક્રીક વિસ્તારમાંથી બે ત્યજાયેલી હોડીઓ મળી આવી હતી. સિંગલ એન્જિન ધરાવતી બે પાકિસ્તાની હોડીઓ મળી આવ્યાં બાદ સઘન સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પણ આ વિસ્તારમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નથી,...

રાજકોટમાં જયંતિ રવિએ રોગચાળા અને બાળકોના મૃત્યુને લઈ અધિકારીઓને ખખડાવ્યા

રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી રોગચાળો ફાટી નિકળ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે, ત્યારે ખુદ આરોગ્ય સચિવ ગાંધીનગરથી રાજકોટ દોડી આવ્યાં છે. ગરવીતાકાત,રાજકોટ: જયંતિ રવિએ સિવિલ હોસ્પિટલમાં મિટીંગ બાદ વકરેલા રોગચાળાને લઈ અધિકારીઓને ઉધડા લીધા હતા અને ખખડાવ્યાં હતા. બાળકોના મૃત્યુને...

ભુજ: અદાણી જીકે હોસ્પીટલમાં ડોક્ટર પર હુમલો કરનાર હસન સુમરા ઝડપાયો

ગરવીતાકાત,ભુજ: (ભુજ) ગઈકાલે મોડી રાત્રે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાલ સતત બીજે દિવસે પણ ચાલુ રહેતા દેકારો મચી ગયો છે. પોતાને સામાજિક કાર્યકર કહેવડાવતા હસન સુમરા નામના શખ્સે ગઈકાલે રાત્રે સારવારના મુદ્દે રેસિડેન્ટ તબીબ ઉપર કરેલા હુમલાને પગલે ગઈ કાલની રાતથી...

રાજકોટમાં વરસાદની જેમ વરસી રહ્યો છે રોગચાળો, કોંગ્રેસે આરોગ્ય વિભાગ પર લગાવ્યો આરોપ

ગુજરાતમાં મેઘરાજાનાં વિરામ બાદ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો અહી રોગચાળાએ આતંક મચાવી દીધો છે. ગરવીતાકાત,રાજકોટ: વરસાદનાં વિરામ બાદ ગંદકીનો માહોલ વધી જતા ઘરે ઘરે માંદગીનાં ખાટલા ખટકાયા છે. અહી રોગચાળો કેટલો વકર્યો છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય...

અમરેલી : વાડિયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો સ્ટોરેજ રૂમ ધરાસાઈ, મોટી જાનહાનિ ટળી

ગરવીતાકાત,અમરેલી: અમરેલીના વડીયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો જર્જરિત કાટમાળ વાળો એક સ્ટોરેજ રૂમ હતો. જે ગઈકાલે વરસાદના કારણે કાટમાળ ધરાશાયી થયો છે. આ સ્કૂલમા 13 ઓરડાઓ છે. જે સ્લેબ વાળા છે અને તેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરે છે. ત્યારે આ એક...

રાજકોટમાં પાંચ વર્ષનાં બાળકનું ભેદી મોત, ઘોડાએ લાત મારી કે કાર ચાલક ઠોકર મારી ગયો હોવાની ચર્ચા

ગરવીતાકાત,રાજકોટ: શહેરના ભગવતીપરામાં પાંચ વર્ષના બાળકનું ભેદી મોત નિપજ્યું છે. શેરીમાં રમી રહેલા બાળકને માથા અને પેટમાં ઇજા થઇ હતી. સ્થાનિકો મુજબ ઘોડાએ પાટુ મારી બાળકને ઉલાળી દીધો હતો. બીજીતરફ એક કાળા રંગની કારનો ચાલક ઠોકર મારી નાસી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર...

સુરેન્દ્રનગર નજીક ડમ્પર અને ટ્રેલર ગમખ્વાર અકસ્માત, બેના મોત

ગરવીતાકાત,સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરનાં મુળી બાયપાસ રોડ પર મેક્સન સર્કલ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડીને...

રાજકોટમાં 8 ઇંચ વરસાદ, આજી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા, ડોડી ડેમ ઓવરફ્લો

રાજકોટમાં આઠ ઇંચ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. રેલનગર બ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું છે. અંકિત પોપટ/હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં...

સુરેન્દ્રનગર: ભારે વરસાદના કારણે મહા નદીમાં પુર, ૩ ગામોનો સંપર્ક તુટ્યો, થાનની નદી ગાંડીતૂર

ગરવીતાકાત,સુરેન્દ્રનગર: જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ ઓછો વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. જિલ્લામાં અત્યાર સુધી 3.60 લાખ હેકટર જમીનમાં જ વાવેતર થઇ શકયુ છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં સોમવારે સવારથી મેઘાના મંડાણ થયા હતા. ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા અને થાન પંથકમાં વરસાદી માહોલ...

જુનાગઢ મા રૂપરેલીયા પરિવાર દ્વારા સ્વ.મનીષભાઈ રૂપરેલીયા ની ચોથી  પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

ગરવીતાકાત,જુનાગઢ: કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર  ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડા ટીપા પણ કોઈને જીવન બક્ષી શકે છે દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઈને કોઈ જિંદગી મોતની સામે ઝઝુમતી રહે છે આવામાં તમારું લોહી કોઈને જીવતદાન આપી શકે છે આવુજ...