ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ પ્રાંત માં આવતા આવતા સાઠંબા પોલીસ સ્ટેશન માલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ઓચિંતી મુલાકાત કરતાં ત્રણે ઓફીસોમાં અધિકારી ઓ ફફડી ઊઠયા હતા સૌ પ્રથમ સાઠંબા પોલીસ સ્ટેશન ની અકસ્માત ચકાસણી કરવામાં આવી. રેકોર્ડ, મુદ્દા માલ , એક્સપ્લોસીવ, શાસ્ત્રગાર વગેરે ની ચકાસણી કરવામાં આવી. પોલીસ સ્ટેશન ની નવી ઇમારત ઝડપથી કમ્પ્લીટ કરવા બાબતે સુચના આપી હતી ત્યારબાદ સાઠંબા થી માલપુર ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ( RFO)  ની કચેરી ની તપાસણી કરવામાં આવી હતી RFO ( સામાજિક વનીકરણ) ની રેકોર્ડ, ખાતા ની જુદી જુદી યોજના ઓ બાબતે અમલવારી, હાજરી વિગેરે બાબત તપાસણી કરીને સુધારા બાબત સૂચના આપી. RFO (રિઝર્વ ફોરેસ્ટ )કચેરી સ્ટાફ ની ગેરહાજરી બાબતે ખુલાસા માંગવામાં આવ્યો હતા અને ત્યાર બાદ માલપુર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ની પણ મુલાકાત માં રોગી કલ્યાણ સમિતિ ની બૈઠક સાથે કેન્દ્ર ની મુલાકાત લીધી. નિષ્ણાત ડોક્ટરોની મુલાકાત, લેબરરૂમ સુવિધા, કેન્દ્ર ઇમારત મરામત ઔષધિ સ્ટોક, રેકોર્ડ, સ્વચ્છતા વેગેરે બાબત સૂચના આપી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી