ગરવીતાકાત,અરવલ્લી: બાયડ ના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અને માલપુર ના પૂર્વ ધારાસભ્ય ભીખી બહેન અને સ્થાનિક સરપંચ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને રજુઆત કરવામાં આવી.

માલપુર મેઘરજ તાલુકા ના નવા તળાવો ભરવા નવી યોજના મંજુર કરવા તેમજ વાત્રક ડેમ માં પાણી ભરવા માટે બાયડ ના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અને માલપુર ના પૂર્વ ધારાસભ્ય ભીખીબહેન તેમજ સ્થાનિક સરપંચ અને આગેવાનો દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને રજુઆત કરવામાં આવી.

તેમજ બાયડ વિધાનસભા ની અંદર સ્થાનિક યુવાનો ને રોજગારી મળી રહે તે હેતુ થી GIDC ની માગણી કરવામાં આવી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી