ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેકટર વર્ગ – ૨ની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન પુસ્તિકામાં ક્રમાંક એફ ( એફ ) પ્રશ્ન – ૧૦૪ના ચાર વિકલ્પ આપ્યા હતા જે પૈકી ( બી  ) ગુજરાત સરકારે જે શબ્દ પર પ્રતિબંધ તા . ૦૨-૦૨- ૨૦૧૭ ના પરીપત્રથી જાહેર કરેલ છે તેમ છતાં પ્રતિબંધિત શબ્દનો પ્રયોગ પરીક્ષામાં કરવામાં આવેલ છે શબ્દ પ્રયોગ થી   ગરૂબ્રાહ્મણ સમાજમાં જેનો રોષ વ્યાપેલ છે જેથી પેપર કાઢનાર બે જવાબદાર અધિકારીનું નામ જાહેર કરવામાં આવે તથા તેમના વિરધ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી બાયડ તાલુકા ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજ માન . મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ બે ધારી નિતી છોડી પરિપત્રનો ચુસ્ત પણે અમલ થાય અને ગુરૂબ્રાહ્મણ સમાજ ની લાગણીને ઠેસ પહોંચાડવા થયેલ કૃત્ય કરનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવેની માંગ સાથે બાયડ તાલુકા બ્રાહ્મણ સમાજની માંગણી આવેદનપત્ર રૂપી બાયડ પ્રાંત અધિકારીને આપી રજુઆત કરી હતી જેમાં પૂનમચંદ પંડ્યા (સાઠંબા), પૂનમચંદ પંડ્યા (ગાબટ),દાસભાઈ પંડ્યા,કનુભાઈ પંડ્યા, શૈલેષ પંડ્યા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા