ગુજરાતમાં આવનારી પેટા ચૂંટણીમાં આઠમાંથી આ 3(ત્રણ) બેઠકો પર ભાજપનો પેચ ફસાયો છે.

કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો ત્યારબાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડાના જીતુ ચૌધરી તેમજ મોરબીના બ્રિજેશ મેરજાએ કોન્ગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ જેથી ગુજરાતમાં પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આવા સંજોગોમાં નવા બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તમામ બેઠકનું જાતી નિરીક્ષણ કરી રહ્યા છે. આઠ બેઠક પૈકીની ડાંગ બેઠક પર મંગળ ગાવિતને મનાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. અન્ય બે સીટ પર ભાજપ પોતાના જૂના જોગીઓને મેદાને ઉતારવા પ્રયાસ કરી રહ્યું છે. જો જૂના જોગીઓને ટિકિટ આપે તો કેટલાક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. રાજ્ય સભાની ચૂંટણી પહેલા પાંચ બેઠક પરથી રાજીનામું આપનાર ધારાસભ્યોએ ભગવો ધારણ કરી લીધો છે. આ તમામની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે. આ સિવાયની ત્રણ બેઠક પર પેચ ફસાયેલો છે. આ પાછળનું કારણ મંત્રીમંડળ હોવાનું કહેવામાં આવે છે.

આ ત્રણ બેઠકની વાત કરીએ તો ગઢડા બેઠક પરથી રાજીનામું આપનાર ઉમેદવાર પ્રવીણ મારુ ભાજપમાં ભળ્યા નથી. આથી તેમના સ્થાન પર આત્મારામ પરમાર ટિકિટ માટે પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનું એક જૂથ તેમને ટિકિટ આપવાનું મન બનવી ચુક્યું છે. જો તેઓ ચૂંટણી જીતે તો તેમને મંત્રી મંડળમાં સ્થાન આપવું જરૂરી બની જાય છે. આથી ટિકિટ આપે તો પણ મંત્રી મંડળમાં વાંધા પડવાની શક્યતા રહેલી છે. કારણ કે સરકારના મંત્રી સૌરભ પટેલ પણ એ જ જિલ્લામાંથી ચૂંટણી જીતીને આવી રહ્યા છે. આથી એક જ જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી તરીકે રાખવા શક્ય નથી. રાજ્યના ઘણા એવા જિલ્લા છે જેને સરકાર કે સંગઠનમાં સ્થાન મળ્યું નથી.

ડાંગ બેઠકમાં પણ ભાજપની પરીસ્થિતી એવી જ છે, કારણ કે રાજીનામું આપનાર મંગળ ગાવિત હજી સુધી ભાજપમાં જોડાયા નથી. એ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ સારું છે. એટલે જ ભાજપ એ પ્રયાસમાં છે કે કોઇપણ સંજોગોમાં તેમને ભાજપમાં ભેળવી દેવા. એટલા માટે જ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ મંગળ ગાવિત સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, મંગળ ગાવિત હજી માન્યા નથી.

સુરેન્દ્રનગરની માં પણ ભાજપનો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. કેમ કે લિંબડી બેઠક પર કિરિટસિંહ રાણાને ટિકિટ આપવા પાર્ટી વિચારણા કરી રહી છે. પરંતુ જો તેમને ટિકિટ આપે તો તેમને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવું પડી શકે છે. જેથી કેટલાક ક્ષત્રિય નેતાઓને આ બાબત સાથે વાંધો હોય શકે છે. આથી તેમને ટિકિટ આપવી કે નહીં તેની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ એક જૂથ તેમને ટિકિટ ન મળે તે માટે પ્રયાસો કરી રહ્યું છે.

સી.આર.પાટીલ ખુદ એક ગુજરાતી નથી તેવી વાત ઉછાળવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ વાતને ઉછાળનાર ભાજપના જ લોકો હતા જે ગુજરાત ભાજપના અધ્યક્ષ બનવાના સપના જોઈ રહ્યા હતા. પરંતુ સી.આર.પાટીલ એ નરેન્દ્ર મોદીના નજીકના વર્તુળના મનાતા હોવાથી ભાજપના અંસતુષ્ટોનુ કંઈ ઉપજ્યુ નહી. સી.આર. પાટીલ ના નેત્રુત્વ હેઠળ આ પહેલુ ઈલેક્શન છે જેમાં તેમની વિનીંગ કેપેસીટી મપાઈ જશે.

Contribute Your Support by Sharing this News: