ઝોપડપટ્ટીમાં રહેતા લોકોને ચોરીનો ગુનો કબુલાવવા માટે ઢોર માર માર્યો હતો જેમાં એક વૃધ્ધાનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું.

જૂનાગઢમાં સી ડિવીઝન વિસ્તારમાં આવતા ઝપડપટ્ટીમાં રહેતા લોકોને ચોરી કર્યાની શંકાએ ચોરીનો ગુનો કબુલાવવા માટે ઢોર માર માર્યો હતો જેમાં એક વૃધ્ધાનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે માર માર્યના કારણે મોત થયાની ફરીયાદના આધારે જૂનાગઢ સી ડિવીઝનના 12 જેટલા પોલીસ સ્ટાફ સામે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢમાં સી ડિવીઝનના સ્ટાફે 16 ઓગષ્ટના રોજ રાત્રે રાજદીપ પાર્કમાં થયેલી લૂંટમાં શંકાના આધારે ઝુપડપટ્ટી માંથી અમુક લોકોની એટકાયત કરીનં પોલસ મથકે લઇ જઇને ગુનો કબુલવા માટે ઢોર માર માર્યો હતો જેમાં એક વૃધ્ધનું મોત થયું હતું ત્યારે ગુરૂવારે  જૂનાગઢ સી ડિવીઝનના પોલીસ સ્ટાફના 12 પોલીસમેન સામે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે એક સાથે 12 પોલીસમેન સામે ગુનો નોંધાતા પોલીસ સ્ટાફામાં ખળભળાટ મચી ગયો છે.