ગત બે દાયકામાં આ પહેલીવાર છે, જ્યારે ડાયરેકટ ટેક્સના કલેકશનમાં ઘટાડો થઇ શકે છે. એવામાં સરકાર માટે તેમાં ઘટાડો કરવો મુશ્કેલભર્યો છે. GST કલેકશન પણ અંદાજ કરતાં ઓછું રહેવાના કારણે તેના ટારગેટને ઘટાડી શકાય છે. જો કે એ જોવાનું રહેશે કે આ લક્ષ્‍ય પ્રાપ્ત થઇ શકશે કે નહીં.
GST કલેકશનમાં ઘટાડાથી વધી ચિંતા: GSTની જ વાત કરીએ તો ગત દિવસોમાં યોજાયેલી કાઉસિંલની 38મી બેઠકમાં બધા પ્રકારની લોટરી પર 28 ટકા લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના પર પહેલી વખત એવું થયું કે જ્યારે 21 રાજ્યોએ પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 7 રાજ્યએ વિરોધમાં મતદાન કર્યું.

આવી રીતે મળી શકે છે મેક ઇન ઇંડિયામાં ઝડપ: શરૂઆતી સમયમાં ઉત્સાહ બાદ ‘મેક ઇન ઇન્ડિયા’ સ્કીમમાં કામકાજ હાલમાં ઠંડુ જોવા મળી રહ્યું છે. આવા કાચા માલ પર આયાતમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડીને મેક ઇન ઇંડિયાને વધારી શકાય છે, જેનો ઉપયોગ ભારતમાં ઉત્પાદનમાં થાય છે. આમાં ભારતીય ઉત્પાદન સેકટરને પ્રોત્સાહન મળશે અને વિશ્વના ફલક પર પ્રતિસ્પર્ધામાં ઉતરી શકશે.

Contribute Your Support by Sharing this News: