નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યુ. બજેટમાં ઉડાન યોજના હેઠળ વર્ષ 2024 સુધી દેશમાં 100 એરપોર્ટ તૈયાર કરવાની જાહેરાત કરાઈ છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.7 લાખ કરોડ રૂપિયાનું ફંડ નક્કી કરવામાં આવ્યુ છે. આ સિવાય સરકાર અંગત કંપનીઓ સાથે મળીને પીપીપી મોડ હેઠળ 1,150 ટ્રેન ચલાવવા પર વિચાર કરી રહી છે.
અંગત સેક્ટર દ્વારા ચાર રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. પર્યટનના મુખ્ય સ્થળોને તેજસ જેવી ટ્રેનોથી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.બિન ગેજેટ વાળા પદો માટે નવી ભરતીની પરીક્ષાની શરૂઆત કરાશે. આ માટે દરેક જિલ્લામાં ટેસ્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.નાણામંત્રીએ રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ એજન્સી જ દરેક જિલ્લામાં બિન ગેજેટવાળા પદો માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવાની છે. આ માટે ઈચ્છુક ઉમેદવારોએ માત્ર એક જ પરીક્ષા માટે તૈયારી કરવાની રહેશે.
Contribute Your Support by Sharing this News: