ગરવીતાકાત,મહેસાણા (તારીખ:૨૪)
બ્રાઇટ એજ્યુકેશન, માનવ આશ્રમ,મહેસાણા ખાતે તારીખ ૨૪-૦૯-૨૦૧૯ના રોજ  પ્લાસ્ટિક હટાવો અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે રેલી યોજવામાં આવી.તમામ બાળકોએ રેલીમાં ‘પ્લાસ્ટીક હટાવો,જીવન બચાવો’ ઉત્સાહ પૂર્વક સૂત્રોચ્ચાર કર્યા.સંસ્થા તરફથી જનજાગૃતિ માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું. તિરુપતિ હર્ષ સોસાયટીના પ્રમુખશ્રી રમેશભાઈ ચૌધરી, અશ્વિનભાઈ તથા અન્ય આગેવાનોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.સોસાયટીના આગેવાનો તરફથી તમામ બાળકોને બિસ્કિટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.સંસ્થાના સંચાલકશ્રી રણછોડભાઈ ચૌધરી, મયૂરીબેન ચૌધરી તથા તમામ સ્ટાફમિત્રોની મહેનતથી સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.