દિયોદર મામલતદાર કચેરી નજીકના તળાવમાં એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં મામલતદાર કચેરી નજીકના તળાવમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યુ છે. તળામાં મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પણ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં હાલનો આ હત્યા છે કે આત્મહત્યા તેને લઇ વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: