સુઇગામ તાલુકામાં વધુ એક કેનાલમાં ભંગાણ, કાચા કામની ગવાહી !

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉચોસણ માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10 વીઘા જીરાના પાકનો સફાયો.

બનાસકાંઠા : સુઇગામ તાલુકાના ઉચોસણ માઇનોર કેનાલમાં વધુ પાણી છોડી દેવાના કારણે ઉચોસણ ગામની સીમમાં કેનાલમાં ભંગાણ સર્જાતાં 20 ફૂટનું ગાબડું પડ્યુ હતુ. જેના કારણે અનેક વિઘામાં વાવેતર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળ્યુ હતુ. જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો – મહેસાણા-ચાણસ્મા હાઈવે: શુ એક વરસાદથી રોડને તુટી જ જવુ જોઈયે?

સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાની બુમરાડ ઉઠવા પામે છે,છતાં જવાબદાર નર્મદા વિભાગ સાફ ઘોરતું હોય તેવું લાગી રહ્યું છે. દરમ્યાન શુક્રવારે રાત્રે વધુ પાણી છોડી દેવાના કારણે હલકી ગુણવત્તાની ઉચોસણ માઇનોર કેનાલ માં 20 ફૂટનું ગાબડું પડતા ઉચોસણના  ખેડૂત શિવાજી જામાજી ઠાકોરનું ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું, ખેતરમાં પાણી ભરાતાં અનેક વિઘામાં વાવેતર કરેલ જીરાના પાકનો સફાયો થતાં ખેડૂતે વાવેતર કરેલ પાકનો સફાયો થતાં રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે,હલકી ગુણવત્તાની કેનાલો વારંવાર તૂટવાની ઘટનાઓ છતાં જવાબદાર નર્મદા વિભાગ કુંભકર્ણ ની ઊંઘમાં હોવાનું જણાઈ રહ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.