ગરવીતાકાત,અરવલ્લી: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની વાત જગ જાહેર છે આતંકવાદી હુમલાનો ભય અને અવારનવાર ગેરકાયદેસર હથિયારો સાથે અસામાજિક તત્વો વારંવાર ઝડપાતા સલામતીના ભાગરૂપે રતનપુર ચેકપોસ્ટ પર બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી અને પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાતા અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો અધીરા બન્યા છે.

શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે  ૪૮ કલાકમાં શામળાજી પંથકના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદેશી દારૂ ઘુસાડવા અધીરા બનેલા બુટલેગરોના ત્રણ વાહનો પકડી પાડવામાં સફળ રહી છે શામળાજી પોલીસે ખોડબાં ગામની સીમમાંથી દાસજ (ઉંઝા) ગામના મોહસીનહુસૈન કેશુભાઇ શેખ બુટલેગરને સેવરોલેટ યુવા કારમાંથી ૩૦ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પડ્યો હતો.

શામળાજી પોલીસે કુશ્કી-ખોડબાં ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરતા ગ્રે કલર ની સેવરોલેટ યુવા કાર (ગાડી.નં-GJ.01.HN.1189 ) અટકાવી તલાસી લેતા કારના પાછળના ભાગે અને ડેકીમાં સંતાડી રાખેલી ઇગ્લીશ દારૂ તથા બીયર કુલ પેટી નંગ ૧૩ તથા છુટક બોટલો નંગ-૧૦ કુલ મળી બોટલો નંગ-૨૫૦ ની કિ.રૂ.૩૦,૨૮૦/- મળી આવતા કાર ચાલક ચાલક મોહસીનહુસૈન કેશુભાઇ શેખ (રહે.દાસજ તા.ઉંઝા જી.મહેસાણા) ની ધરપકડ કરી કારની કીં.રૂ.૨૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ મળી કુલ રૂ.૨૩૦૭૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં રહેલો અન્ય શખ્શ ફરાર થઈ જતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: