રિતિક રોશન અનેક વખત તેમના નાના જે ઓમ પ્રકાશનું નામ લેતા દેખાયા છે.
બોલિવૂડ એક્ટર રિતિક રોશનનો આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સમાચાર છે કે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર જે ઓમ પ્રકાશનું નિધન થયું છે. જે ઓમ પ્રકાશ રિતિક રોશનના નાના પણ છે. રિતિક રોશન તેના ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન નાનાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે.
રિતિક તેના નાનાના ખૂબ જ નજીક છે અને તેમને તેમનો શિક્ષક માને છે. જે ઓમ પ્રકાશનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તે બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપવા માટે જાણીતા હતા. એક્ટર દીપક પારાશરે ટ્વિટર પર આ માહિતી આપી છે.
દીપક પારાશરે લખ્યું છે કે મારા સૌથી પ્રિય અંકલ શ્રી જે ઓમ પ્રકાશનું ભારતીય સિનેમામાં યોગદાન એક મોટી ગિફ્ટ છે. જે તે અમારા માટે છોડી ગયા. થોડા મહિના પહેલા જ્યારે મે તેને જોયા હતા, ત્યારે આ આ તસવીર લીધી હતી, ઓમ શાંતિ. આ પોસ્ટની સાથે જ દીપક પારાશરે ઓમપ્રકાશ સાથે પોતાની એક તસવીર શેર કરી છે.
રિતિક તેના નાનાનો ખૂબ નજીક હતો. તે અનેક પ્રસંગોએ જે ઓમ પ્રકાશનો ઉલ્લેખ કરતા જોવા મળ્યો. તેમણે તેમની એક ફિલ્મ દરમિયાન કહ્યું હતું કે મારા નાના મારા સુપર શિક્ષક છે. આ ઉપરાંત 2016માં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે રિતિક રોશને તેમના નાનાને એક ક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.વિરલ ભાયાનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં રિતિક રોશન તેના નાનનાં અંતિમ સંસ્કાર માટે નીકળતો જોવા મળે છે. આ તસવીરમાં રાકેશ રોશન તેના પાર્થિવ શરીરને કાંધ આપતા નજરે પડે છે.92 વર્ષની ઉંમરે જગતને અલવિદા કહેનાર જે ઓમ પ્રકાશે જેમ કે આપ કી કસમ, આ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે, આયા દિન બહાર કે, આદમી ખિલોના હૈ જેવી ફિલ્મ બનાવી બનાવી છે. આ તમામ ફિલ્મોમાં માત્ર કમાણી જ નહીં પરંતુ લોકોના દિલ પણ જીતી લીધા છે. બોલિવૂડમાં એક સારુ યોગદાન માટે તે હંમેશાં યાદ રહેશે. તેમના નિધનના સમાચાર આવતાની સાથે જ ઉદ્યોગના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યુ.