કડીઃ કડીના થોળ રોડ પર મેદાનમાં છેલ્લા દશ દિવસથી ચાલતા મેળામાં ભૂલકાંઓ પાસેેથી બોટિંગના નામે પૈસા પડાવી દૂષિત પાણીમાં બોટિંગ કરાવી મેળાના સંચાલકો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાની ફરિયાદ ઊઠી છે. ફાયર મુદ્દે નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાઈ છે. પાણી અને સ્ટોલ મામલે ચકાસણી બાદ કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસર વિજય બારોટે જણાવ્યુ હતુ.

થોળ રોડ પર આવેલા મેળાના સંચાલકોએ છેલ્લા દશ દિવસથી ખુલ્લામાં એક પ્લાસ્ટીકમાં પાણી ભરી રાખ્યું છે. જેમાં નાની બોટો મુકી તેમાં બાળકોને બોટિંગ કરાવી સંચાલકો પૈસા પડાવી રહ્યા છે. બોટિંગ કરતાં બાળકો પાણીમાં પણ ખાબકી પડે છે ત્યારે દૂષિત પાણી પી જતાં તેમના સ્વાસ્થ્ય સામે ખતરો બની જાય છે. ખુલ્લામાં ધૂળ ઉડતી હોય ત્યાં ખાણી-પીણીનાં સ્ટોલ બિન પરવાનગી શરૂ કરાયાં છે, છતાં પાલિકા મૂકપ્રેક્ષક બની રહી છે.

Contribute Your Support by Sharing this News: