૮મી મે રેડક્રોસ ડે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન કરવામાં આવતા હોય છે. રક્તદાન એ મહાદાન અને રક્તદાન કરવાથી જરૂરિયાત મંદ માણસોને જીવતદાન મળતું હોય છે એવી શુભ ભાવના સાથે ૮મી મે રેડ ક્રોસ ડે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટણ શહેરના સેવાભાવી નગરજનો સહિત રેડ ક્રોસ સોસાયટી પાટણના સભ્યોએ રક્તદાન કરી રેડક્રોસ ડે ની ઉજવણી કરી હતી.

Contribute Your Support by Sharing this News: