ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે  તપાગચ્છાધીપતી પ પૂ આ ભ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન જંગમરત્ન તીર્થ પ્રેરક,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ. ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ની 45મી દીક્ષા તિથિ નિમિત્તે જુરૂરીયાતમંદ પરિવાર ને ધાબળા વિતરણ કરાયા.જેમાં જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન મુનિ શ્રી નયશેખર વિજયજી મ.સા,બાલમુનિ શ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના માર્ગદર્શન હેઠળ થયેલ.આ ધાબળા નો લાભ હેતલભાઈ પરીખ,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસિસ,ધિયાન વિરલ છેડા,સુનિલભાઈ મોદી,સ્વ લીલાવતીબેન ચંદુલાલ શાહ અડાલજવાળા,ચંદ્રકાંતભાઈ શાહ,અતુલભાઈ શાહ,ધીરજપુરી મગનપુરી ગોસ્વામી,નિખિલ રાવલ, કૌશલ જોષી,ચિરાગ દવે વિગેરે પરિવારે લાભ લીધેલ.આ ધાબળા નું વિતરણ શંખેશ્વર,કંચનપુરા,થરા વિગેરે ગામોમાં કરવામાં આવેલ.આ ધાબળા વિતરણ દરમ્યાન 108 ભક્તિ વિહાર ટ્રસ્ટ ના મેનેજર શ્રી બ્રિજેશભાઈ ભંડારી,જીજ્ઞાબેન ભોજક, કૌશલ જોષી,ભરતભાઇ સીંધવ,મેહુલભાઈ, પ્રકાશભાઇ, રવિ,પ્રદીપ,ઉપેન્દ્ર ઉપસ્થિત રહેલ.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા 

Contribute Your Support by Sharing this News: