ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ખાતે બીજેપી યુવા મોરચા માલપુર દ્વારા વૃક્ષારોપણ તેમજ સદસ્યતા અભિયાન હાથ ધર્યું બીજેપી યુવા મોરચા માલપુર દ્વારા પરસોડા ખાતે વૃક્ષારોપણ નો કાર્યકમ યોજવા માં આવ્યો હતો, જે પ્રસંગે ભાજપા માલપુર સદસ્યતા પર્વ ઇન્ચાર્જ ભૂપતસિંહ સીસોદીયા, બીજપી યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ નરેશભાઇ પટેલ, બીજેપી યુવા મોરચા પ્રમુખ હર્ષ પંડ્યા, પરસોડા શક્તિકેન્દ્ર ના સહ ઇન્ચાર્જ શૈલેષભાઇ વાંળદ, દિલીપભાઈ પાંડોર તેમજ અન્ય ગામ ના નવયુવાનો, યુવા મોરચા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને સૌ કોઈ યુવાનો એ વૃક્ષો રોપી તેની જાળવણી ના સંકલ્પ લીધા હતા.તેમજ ભાજપા સદસ્યતા અભિયાન યોજવામાં આવ્યું હતું.તેમજ નવયુવાનો ને ભાજપા માં જોડવામાં આવ્યાં હતાં.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી